Gopal Italia News: મગફળીના ટેકાના રજિસ્ટ્રેશનમાં સેટેલાઇટ સર્વેમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે આજરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી અને આ મુદ્દા પર ધારાસભ્ય Gopal Italia વિસ્તારપૂર્વક જણાવતા કહ્યું હતું કે, જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી ભટ્ટ સાહેબની આજે રૂબરૂ મુલાકાત લીધી. સમગ્ર જુનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળી એટલે કે માંડવી વાવી છે, એનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે અને આ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર તરફથી સેટેલાઈટ દ્વારા સર્વે કરી ખેડૂતોએ જે પાકનું રજીસ્ટ્રેશન કરાયું છે, એ જ પાકનું વાવેતર કરેલ છે કે કેમ એને ડિજિટલ ક્રોપ સર્વે થાય છે. આખા જુનાગઢ જિલ્લાના લગભગ તમામ તાલુકામાં અનેક ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે, તમે જે રજીસ્ટ્રેશન કરાયું છે એ પ્રકારનો પાક તમારા ખેતરમાં ઉપલબ્ધ નથી એટલે કે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો મગફળી તમારા ખેતરમાં સેટેલાઈટમાં નથી દેખાતી, આવા પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો છે. આખા જિલ્લાના ખેડૂતો વતી આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને મેં રજૂઆત કરી છે, ગાંધીનગરના પણ જે અધિકારીઓ છે એમને ફોન કર્યો છે.

આ બાબતે એમના તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે ગામડાના જે ગ્રામસેવકો છે, એને સરકારી તંત્ર તરફથી સૂચના આપી છે કે જે ખેડૂતોને ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં મેસેજ આવ્યા છે એ તમામ ખેડૂતો વતી એક અરજી આપે. ત્યારબાદ ગ્રામસેવક ખેતર ઉપર જઈને ગામ દીઠ જે જે ખેડૂતોના પ્રશ્ન આવ્યો છે, તેનું નિરાકરણ આવનારા બે ત્રણ દિવસમાં કરી નાખે. ગામના ગ્રામસેવકને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. ગામ સેવકોને એક લેખિતમાં સામાન્ય અરજી આપવાની રહેશે કે આવા પ્રકારના ફેરફાર અમારા ખાતામાં બતાવે છે, આવો મેસેજ બતાવશે, તો તે આધારે ગ્રામસેવક રૂબરૂ જઈને અરજી કરી શકશે. આ સિવાય ખેડૂતો પોતે પણ અરજી કરી શકે માટેની એપ્લિકેશન પણ છે. જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ હોય અને ઇન્ટરનેટ હોય અને જેમને ફાવતું હોય, એ લોકો પોતે પણ અરજી કરી શકે છે,, આજની આ રજૂઆતમાં પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય કૈલાશ સાવલિયાઅને રાકેશ સાવલિયા , પ્રભાતપુર ગામના સરપંચ સહિત અમારી ટીમ પણ આજે આ રજૂઆતમાં સામેલ રહી છે.