Gujaratમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર એક બાબતને લઈને નારાજ થયા છે. તેમની આ નારાજગીએ ગુજરાતી કલાકારી દુનિયામાં નવો વિવાદ છેડ્યો છે. તેમાંય ખાસ કરીને ઠાકોર સમાજ અને અન્ય પછાત સમાજના કલાકારોને એક મેસેજ આપવાનો પ્રયાસ કરતા મામલો હવે જ્ઞાતિવાદ સુધી પહોંચી ગયો છે.
Gujaratમાં વિક્રમ ઠાકોર એ ગુજરાતી રંગમંચ એટલે કે ગુજરાતી ફિલ્મોને એકમાત્ર એવો ચહેરો છે, જેને એક આગવી નામના કમાઈ છે. ગુજરાતી ફિલ્મ જગતને એવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેમાં ગુજરાતી ફિલ્મ જગત ટકી રહ્યુ છે. આ ફિલ્મસ્ટાર વિક્રમ ઠાકોરે હવે એક નારાજગી વ્યક્ત કરી છે.

મામલો કંઈક એમ છે કે, કેટલાક કલાકારો બે દિવસ પહેલા Gujarat વિધાનસભાની મુલાકાતે ગયા હતા અને ત્યાં રાજ્ય સરકારે આ કલાકારોનું સ્વાગત કરવાની સાથોસાથ સન્માન કરી નવાજ્યા હતા. જો કે, આ વિધાનસભા પહોંચેલા કલાકારોમાં એક પણ ઠાકોર સમાજનો કલાકાર નહોતો.
એમ કહેવાય કે, ઓબીસી સમાજનો નામ માત્રનો પણ કલાકાર આ મુલાકાતમાં હાજર નહોતો અને પ્રશ્ન અહીંયાથી જ શરૂ થયો. વિક્રમ ઠાકોરે જાહેર મંચથી પોતાના સમાજ અને સમાજના કલાકારોની અવગણના થતી હોવાનું વિલા મુખે જણાવ્યુ. તેમજ તેમને આ માટે કોઈ જ પ્રકારનું નિમંત્રણ પણ ન અપાયુ હોવાનું વીડિયોમાં જણાવ્યુ હતુ.

આ મામલે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. પરંતુ અનેક કલાકારોએ વિક્રમ ઠાકોરની વાતને વધાવી લઈ અને સમર્થન કર્યુ છે. તો આ તરફ Gujaratભરમાં નામના કમાઈ ચૂકેલા સામાજીક કાર્યકર્તા મહિપતસિંહ ચૌહાણે આ અંગે જાહેરાત કરી અને વિક્રમ ઠાકોરનું તેમના ગામ લવાલમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.