સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારની ઘટના બાદ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈ સતત ચર્ચામાં છે. આ વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે .

ઉલ્લેખનીય છે કે વિડિયો કોલ વાયરલ થતા હવે જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. ગૂજરાત ATS એ લોરેન્સની ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી.