Vav seat result: ઉત્તરગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટાચૂંટણીની મત ગણતરી ૨૩મી નવેમ્બરે થવાની હતી. પાલનપુર તાલુકાના જગાણાની ઇજનેરી કોલેજમાં કાઉન્ટીંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતની વાવ સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓની મતગણતરી એકસાથે શરૂ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ કોલેજમાં મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. વાવમાં ભાજપે પ્રતિષ્ઠા અને કોંગ્રેસે અસ્તિત્વની લડાઇ લડી છે.

Vav seat result: કોંગ્રેસની ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપસિંહ ઠાકોર અને અપક્ષ માવજી પટેલના ભાવિનો ફેંસલો થશે

આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપસિંહ ઠાકોર, કૉંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી હતી. આ ત્રણ પૈકી મતદારો કોને જીત અપાવે છે.આ બેઠક પર સવા બે લાખ જેટલા મતો પડયાં છે. ગુજરાતમાં એકમાત્ર બેઠકની ચૂંટણી હોવાથી મતોની ગણતરી ઝડપથી પૂર્ણ થઇ.

જિલ્લા ચૂંટણી અપિકારીએ મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી હતી. વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં વિજય પછી આ બેઠક ખાલી કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ૨૩મી નવેમ્બરના રોજ સવારે ૮ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલાં ૮.૩૦ કલાક સુધી પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવ્યુ. જ્યારે ૮.૩૦ પછી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવી. વાવ બેઠક પર ભાજપના સ્વરૂપસિંહ ઠાકોરની જીત થઇ છે.