Vav-by election: બે રાજ્યોની સાથે કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં વાવ બેઠકની પેટાચૂંટણી યોજાઈ છે. હાલમાં બેઠક પર જંગ જામ્યો છે. રાજકીય પક્ષો માટે આ ચૂંટણી જાણો વટનો સવાલ બનીને ઉભી રહી ગઈ છે.
આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો એક બેઠકની વધઘટથી બહુ ઝાઝો ફેર પડવાનો નથી, તેમ છતા વાવ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો સોગઠાં ગોઠવ્યા હતા. ત્યારે આજે 10 ઉમેદવારો ભાવી EVMમાંથી ખુલી રહ્યું છે. ગુજરાતના લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે વાવ ચૂંટણીનું પરિણામ આવે.
ભાજપના સ્વરૂપજી ઠાકોર જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે રાજકીય જંગનો પરિણામ છે
વાવ પેટા ચૂંટણી: 6 રાઉન્ડ
ગુલાબસિંહ રાજપુત: 29687 મત
સ્વરૂપજી ઠાકોર: 22076 મત
માવજી પટેલ: 8015 મત