Vapi : GIDCમાં આવેલી હેમા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં એક ટેન્કમાં લીકેજ ટેસ્ટિંગ દરમિયાન મોટો અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો.
ઘટના વખતે કંપનીમાં વેક્યુમ પ્રેસરથી ટેન્કનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન અચાનક ટેન્કનું તળિયું મોટા ધડાકા સાથે છૂટું પડી ગયું હતું. બ્લાસ્ટના અવાજથી આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આસપાસની કંપનીઓના કર્મચારીઓ અને અગ્રણીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હેમા કંપનીના શિફ્ટ મેનેજરે જણાવ્યા મુજબ, ટેસ્ટિંગ દરમિયાન કામ કરી રહેલા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
GIDC ના ઉચ્ચ અધિકારીઓ, ઔદ્યોગિક એકમ સેફ્ટી અધિકારી અને તેમની ટીમે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો..
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જાણો ફક્ત એક ક્લિક પર
- Iran: ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાની નબળાઈ છતી: ટ્રમ્પના દેશની હવાઈ તાકાત કેમ ઓછી પડી?
- Tata: નોએલ ટાટાનો વિરોધ અને એર ઈન્ડિયાની ખોટ! શું ચંદ્રશેખરન આ પડકારોનો સામનો કરી શકશે?
- Pakistan: ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 15 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
- Rain in Gujarat: ગુજરાતના હવામાનમાં પલટો, મોરબીના માળિયામાં મહત્તમ 5 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર




