Vapi ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA)  દ્વારા Vapiના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 8- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ફાઇનલ મેચ હતી. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં.

વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8 – 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે કચ્છ શક્તિ અને જે. કે. સેફ લોજિસટીક્સ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં જે. કે. સેફ લોજિસ્ટિક વિજેતા ટીમ બની હતી.

Vapi ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના બધા રાજ્યના લોકો Vapiમાં વસે છે. જેઓ ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલા છે. જે એકબીજાને મળી શકે તે માટે વર્ષમાં એક વાર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. 

આ ટુર્નામેન્ટ સાથે મેડિકલ ચેક અપ કેમ્પ, આઈ કેમ્પ અને એઇડ્સ જાગૃતિ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, વલસાડ જિલ્લા પોલીસ અને RTO ના સહયોગમાં ટ્રાફિક એવરનેસ કાર્યક્રમ પણ યોજ્યો હતો. જેની જાણકારી માટે ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, Vapi ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ 8મી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હતી. 3 દિવસની મેચમાં અંતિમ દિવસે સેમિફાઇનલ, ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં વિનર અને રનર્સ અપ ટીમ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ ટુર્નામેન્ટ દરમ્યાન ચોગ્ગા-છગ્ગા ની રમઝટ બોલાવનાર કે વિકેટ લઈ તરખાટ મચાવનાર દરેક ખેલાડીને પણ પ્રોત્સાહક રોકડ રકમ આપી સન્માનિત કર્યા હતાં. ટુર્નામેન્ટને સફળ બનાવવા Vapi ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

આ પણ વાંચો..