Valsad જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth Movers Association ના સભ્યોએ મંગળવારે Valsad કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જો કે, આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ સમગ્ર રજુઆત એક્સપ્રેસ વે નિર્માણ પ્રોજેકટમાં પેકેજ 8 અને 9 ની કામગીરી કરનાર Roadway Solutions India Infra Ltd. ના ઈશારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, એક્સપ્રેસ વે ના પેકેજ 8-9 અને 10નું કામ જે Roadway Solutions India Infra Ltd. ને સોંપ્યું છે. તેમના દ્વારા આ પેકેજમાં આવતા નદી-નાળાના પુલ/બ્રિજ અને અન્ડરપાસ ના કે વીજ લાઇનના હાઇટેનશન ટાવર હટાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી કરાઈ તો કઈ રીતે કહી શકાય કે માટી કામના કારણે એક્સપ્રેસ વે પ્રોજેકટ વિલંબમાં પડશે. ટૂંકમાં અન્ય કારણો છુપાવવા માટી એસોસિએશનના સભ્યોને આગળ કરી દેવાની આ યોજના Roadway Solutions India Infra Ltd. ની હોવાનું સૂત્રો માની રહ્યા છે.
Valsad કચેરીએ અવેદનપત્ર આપનારા Valsad Soil & Earth Movers Association ના સભ્યોની રજુઆત છે કે, તેઓ નિયમોઅનુસાર કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ભર્યા બાદ જ્યારે જે તે ગામના તળાવમાં માટી કાઢવાની કામગીરી કરે છે. ત્યારે, ગામમાં સરપંચ અને જે કેટલાક ગામલોકો વચ્ચે સંકલન નથી તેઓ વિરોધ કરે છે. ગ્રામ પંચાયતના ઠરાવ બાદ આ વિરોધ તેમની માટી કાઢવાની કામગીરીમાં અડચણરૂપ થાય છે. અને તેના કારણે એક્સપ્રેસ વે ની કામગીરીમાં વિલંબ થઈ થયો છે.
એસોસિએશનના સભ્યોનું માનીએ તો, હાલ Valsad જિલ્લાના Valsad અને પારડી તાલુકામાં 8 જેટલા સ્થળોએ જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રોયલ્ટી ભરી માટી કાઢવાની કામગીરી દરમ્યાન 4 જેટલા ગામમાં ગામલોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એક લાંબી પ્રક્રિયા બાદ કામમાં આવતી આ અડચણ એસોસિએશન ના સભ્યોની રોજીરોટી છીનવાય છે. અને એક્સપ્રેસ વે પ્રોજેકટમાં વિલંબ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની આ રાવ એક સુનિયોજિત ઢાંકપિછાડો હોવાનું મનાય રહ્યું છે. જે એસોસિએશન ના સભ્યો ગામલોકોને ઊડતી માટી દરમ્યાન સહકાર આપવાની અપીલ કરે છે. તે એસોસિએશન ના સભ્યો સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેમ કે, માટી જે તળાવમાંથી કાઢવામાં આવે છે. તે તળાવ કિનારે કેટલી માટી કાઢવાની? તળાવ કેટલા ફૂટ ઊંડું કરવાનું? કઈ એજન્સી આ કામગીરી કરે છે. તેમના ડમ્પર JCB કેટલા હશે? દિવસ અને રાત્રે કેટલા કલાક કામ કરશે? માટી લઈ જવા માટે ડમ્પરની માટી ઉડે નહીં એ માટે કપડું ઢાંકશે કે પાણી નો છંટકાવ કરશે પછી જ માટી લઈ જશે. ગ્રામ્ય વિસ્તારમાં સ્પીડ લિમિટ નક્કી કરશે તો કેટલી? જે રસ્તા પર ડમ્પર ચાલવાના છે તે રસ્તો ખરાબ થશે તો મરામત કરશે કે કેમ તેવા કોઈપણ લેખિત બોર્ડ લગાવશે?
આ પણ વાંચો..
- સાઉદી અરેબિયાના ‘The Sleeping Prince’ કોણ છે, જેમણે પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો
- Pahalgam attack: પહેલગામ આતંકવાદી હુમલાથી મોહમ્મદ શમીને આઘાત લાગ્યો, કહ્યું- આપણો સમાજ…
- Super Exclusive Gujarat : સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટર પાસે 4050 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપ્યો
- Gujarat : અસહ્ય ગરમીથી આરોગ્ય પર થતી અસરોથી બચવાના ઉપાય
- Valsad : તળાવોમાં ખોદકામ કરી એક્સપ્રેસ-ના કામમાં માટી પુરાણનો વિરોધ