Valsad જિલ્લાના વાપી શહેરમાં મધરાત્રીએ પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવી વાપીમાં વસવાટ કરી રહેલા ઇલિગલ નાગરિકોને ઝડપવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી હતી.

Valsadના વાપીના ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારોમાં જી.આઈ.ડી.સી. અને ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ વલસાડ એલ.સી.બી અને એસ.ઓ.જીની ટીમોએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.
શંકાસ્પદ ઘરોમાં દરોડા પાડીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 384થી વધુ સંદીગ્ધોને ડિટેન કરવામાં આવ્યા છે. તમામના દસ્તાવેજોનું ચકાસણું ચાલી રહ્યું છે. જો તપાસ દરમિયાન નકલી કે ડુપ્લિકેટ દસ્તાવેજો મળતાં હશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરીને તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર ઓપરેશન વાપીમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





