Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો. કપરાડા-નાનાપોંઢા હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ પીડિતો કપરાડા તાલુકાના અંબા જંગલ ગામના રહેવાસી હતા. તેઓ કપરાડાથી નાનાપોંઢા જઈ ​​રહ્યા હતા ત્યારે કુંભઘાટ નજીક તેમની કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ નજીકના રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને પોલીસની મદદથી કારમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.