Valsad: સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે અનેક પ્રકારના ગુનાઓ પણ વધી રહ્યાં છે. ઔદ્યોગિક નગરી વાપીમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વેપારી સાથે ગ્રાઈન્ડર એપના દુરુપયોગથી લૂંટ અને અપહરણ કરવામાં આવ્યું હતું. વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી ગાડીમાં બેસાડી ધાકધમકી આપી અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને ગણતરીના દિવસોમાં જ રાજસ્થાનથી જોડાયેલા ચાર આરોપીઓને ઝડપ્યા છે. જોકે, ઘટનાના મુખ્ય સૂત્રધાર સુમેર સિંહ સોઢા હજુ પકડથી દૂર છે.
ગ્રાઈન્ડર એપનો દુરુપયોગ
તપાસ દરમિયાન બહાર આવ્યું કે વેપારી સાથે અપહરણ અને લૂંટની ઘટના ગ્રાઈન્ડર એપ મારફતે યોજાઈ હતી. સામાન્ય રીતે ગ્રાઈન્ડર એપનો ઉપયોગ સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાને મળવા માટે કરે છે. દેશના કોઈ પણ ભાગમાં રહેલા આવા લોકો પોતાના જેવા શોખીનો સાથે સંપર્ક કરવા માટે આ એપનો ઉપયોગ કરે છે. પરંતુ રાજસ્થાની ગેંગે આ એપનો દુરુપયોગ કરી ભોગ બનનારને સંબંધ બાંધવાની લાલચ આપી બોલાવી, તેમની અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરીને લૂંટ ચલાવી હતી.
વેપારીને પણ ગ્રાઈન્ડર એપ દ્વારા સંપર્ક કરીને સમલૈંગિક સંબંધ માટે લલચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈવે પર બોલાવી તેની અશ્લીલ વિડિયો બનાવી ધાકધમકી આપી સોનાના દાગીના અને એક લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા. આ ગેંગ સમલૈંગિક સંબંધોના શોખીનોને શિકાર બનાવી ધમકાવી લૂંટ ચલાવતી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ
વાપી પોલીસે ઝડપી પાડેલા ચાર સાગરીતોમાં સામેલ છે:
- કિશોરસિંહ શેતાનસિંહ સોઢા,
 - અશોક સિંહ રાજપૂત,
 - મનોહરસિંહ સવાઈ સિંહ ચૌહાણ,
 - મહિપાલસિંહ છોગસિંહ રાઠોડ.
 
આ ચારેય આરોપીઓને પોલીસે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજસ્થાન સ્થિત ગેંગ દેશના વિવિધ વિસ્તારોમાં ગ્રાઈન્ડર એપ દ્વારા શિકાર બનાવી બ્લેકમેલિંગ અને લૂંટ ચલાવતી હોવાની માહિતી સામે આવી છે.
મુખ્ય સૂત્રધાર હજી પકડથી દૂર
પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ગુનાના માસ્ટરમાઈન્ડ સુમેર સિંહ સોઢા હજુ સુધી પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરીને ઝડપવા માટે ખાસ ટીમો કામ કરી રહી છે. આગામી દિવસોમાં તેની ધરપકડ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામાજિક કારણે ફરિયાદમાં વિલંબ
આ પ્રકારના ગુનાઓમાં પીડિત લોકો સામાન્ય રીતે પોલીસ પાસે ફરિયાદ કરતા નથી. કારણ કે તેઓ પોતાના સમલૈંગિક હોવાની માહિતી પરિવાર કે સમાજમાં જાહેર ન થાય તેવી ભીતિ રાખે છે. રાજકીય અને સામાજિક દબાણને કારણે આવા કેસો ઘણીવાર દબાઈ જાય છે, જેના કારણે ગેંગના ગુનાઓને વધવાનો અવકાશ મળે છે.
તપાસ આગળ વધી રહી છે
આ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસાઓ થવાની શક્યતા છે. પોલીસની ટીમ અન્ય વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે જેથી ગેંગના અન્ય સાગરીતો અને ગુનાઓ સામે આવી શકે. એ સાથે જ સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો
- મોહસીન નકવી ICC મીટિંગમાંથી ગુમ? BCCI ની ચેતવણીથી પાકિસ્તાન ગભરાયું
 - Bapunagarમાં બંધ ઘરમાંથી ₹11 લાખના સોનાના દાગીના ચોરાઈ ગયા
 - Haq: ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની ફિલ્મ “હક” ને સેન્સર બોર્ડ તરફથી લીલીઝંડી મળી, કોઈપણ કાપ વિના પાસ થઈ
 - ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કિસાન મહાપંચાયત યોજાશે: Isudan Gadhvi
 - Drug: અમદાવાદ એરપોર્ટ પર બે બેંગકોકના બે મુસાફરોને ₹6 કરોડની કિંમતના 6 કિલો ગાંજો સાથે પકડી પાડવામાં આવ્યા
 




	
