Valsad : ભીલાડ પૂર્વ બજાર વિસ્તાર માં હાલે વરસેલા કમોસમી વરસાદ ના પગલે ને. હાઈ 48 ને અડી ને આવેલ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભરી છે.પાણી દુગઁધ મારી રહ્યું છે.અને રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે વિસ્તાર ભરચક રહે છે.

ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈ રિક્ષા માં સવારી કરતા પેસેન્જરો ને પણ આજ પાણીમાં પગ મૂકી જવાની નોબત સામે હાલાકી નો સામનો કરી રહ્યા છે.જ્યાં ભરાયેલા પાણી સામે નાસ્તાની દુકાન હોવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહ્યો છે.

છેલ્લા 4 વર્ષ વરસાદની ઋતુમાં આ પરિસ્થિતિથી લોકો અને રાહદારીઓ ઝઝૂમી રહ્યા છે અને વરસાદના આગમન પહેલા હાલે કમોસમી વરસાદ માં ઉપરોક્ત પરીસ્થીતી નું નિર્માણ થઈ પામતું હોય તો,વરસાદ ની મોસમમાં શું હાલ થશે બજાર પૂર્વના લોકોનો ?ત્યારે સંબંધી અધિકારી અને તંત્ર સજાગ બની ઉદ્ભવેલી પરિસ્થિતિનું નિરાક્ષણ કરી વહેલીતકે સફાઈ કામગીરી આરંભે એવી આશા રિક્ષા યુનિયન અને સ્થાનિક લોકો જતાવી.

આ પણ વાંચો..