Vadodara નજીક આવેલા વેમાલી ગામે ટી સ્ટોલ ધરાવતા એક યુવાનને એકના ડબલ કરવાની લાલચ આપી ઠગ ટોળકીએ રૂા. ૨૩ લાખ પડાવી લેતા ત્રણ ભેજાબાજો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Vadodara: ભેજાબાજોએ રૂા.પ લાખના ડબલ કરી આપ્યા બાદ વિશ્વાસ સંપાદન કર્યો હતો
શહેર નજીકના વેમાલી ગામે મહાદેવ ફળિયામાં રહેતા ૪૧ વર્ષના અજય ભાઈલાલ પરમારે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં | જણાવ્યું હતું કે હું સમા સાવલી રોડ પર જય માતાજી ટી સ્ટોલ નામે ધંધો કરું। છું. મારા આ સ્ટોલ પર તા.૨૬ | સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગે ગુરુજી| નામ ધરાવતા એક ગુરુ સહિત પાંચ વ્યક્તિ આવી હતી. તે પૈકી બેના નામ રાજુ અને મહેશ હતા. તેમણે મને રૂા. ૧૦ની મોરની છાપવાળી નોટથી રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી હતી.
તેઓની વાતમાં આવી જઈ મેં તેમને વ્યવસ્થા કરીને રૂા.૫ લાખ આપ્યા હતાં જે રકમ લઈને અમે નદી કિનારે ગયા હતા અને ત્યાં વિધિ કરીને મને ડબલ કરીને રકમ પરત કરી હતી. બાદમાં લાલચમાં આવીને મેં આ ટોળકીને ટુકડે ટુકડે રૂા. ૨૩ લાખ આપ્યા હતા. પરંતુ પૈસા ડબલ નહી થતાં આપેલી રકમ પરત માંગી હતી. ઉલ્લેખનીય છે કે તાંત્રિક વિધિ તેમજ એકના ડબલ કરતી ટોળકીના સાગરીતોને શહેર ક્રાઈમ બ્રાંચે પણ પકડયા છે.