vadodara: રાજ્યમાં ભારે વરસાદને લઈને લોકો હેરાન પરેશાન છે આ વચ્ચે ગુજરાતના વડોદરામાં પૂરની પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના વડોદરા શહેરનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે છોકરાઓ મગર સાથે સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યા બાદ પૂરના પાણીમાં 24 મગર બહાર આવી ગયા હતા અને રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા હતા.
વિશ્વામિત્રી નદીના અનેક મગરો વડોદરા શહેરમાં પ્રવેશ્યા છે. આવી સ્થિતિમાં તેના ઘણા વીડિયો પણ જોવા મળી રહ્યા છે. આમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યુવકો એક્ટિવામાં મગર લઈને જઈ રહ્યાં છે.
આવી સ્થિતિમાં કોઈએ આ દ્રશ્ય પોતાના ફોનમાં કેદ કરી લીધું અને સોશિયલ મીડિયા પર શેર કર્યું. હવે એક્ટિવા પર સવાર મગરનો આ વીડિયો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, બંને યુવાનો મગરને બચાવીને વન વિભાગને સોંપવા જઈ રહ્યા હતા.
વિશ્વામિત્રી નદીમાં લગભગ 440 મગર છે.
વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, વિશ્વામિત્રી નદીમાં લગભગ 440 મગરો રહે છે, જેમાંથી ઘણા ધોવાઈ જાય છે અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે આવેલા પૂર દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પહોંચી જાય છે. રાજપૂતે કહ્યું, “આ ત્રણ દિવસમાં 24 મગર ઉપરાંત અમે 75 અન્ય પ્રાણીઓને પણ બચાવ્યા છે.
તેમાં સાપ, કોબ્રા, લગભગ 40 કિલો વજનના પાંચ મોટા કાચબા અને એક શાહુડીનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું કે અમે જે સૌથી નાનો મગર બચાવ્યો હતો તે બે ફૂટ લાંબો હતો. જ્યારે સૌથી મોટા મગરની લંબાઈ 14 ફૂટ છે.