Vadodara: જૂના પાદરા રોડ વિસ્તારમાં ગઈરાત્રે ત્રાટકેલા ચોરો મોબાઇલ શોપમાંથી ૩૨ લાખ ઉપરાંતની કિંમતના મોબાઈલ અને સ્માર્ટ વોચ જેવી મત્તા ચોરી જતાં જે પી રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
Vadodara: ઓળખ છુપાવવા માટે શોપ બહારના કેમેરા ફેરવી દીધા, પરંતુ અંદરના કેમેરામાં કેદ થઈ ગયા
મનિષા ચોકડી પાસે આવેલી મારવન્સ મોબાઈલ શોપમાં ગઈ રાતે ૩ વાગ્યા પછી ત્રાટકેલા ચોરોએ પોલીસથી બચવા માટે બહારના સીસીટીવી કેમેરા ફેરવી દીધા હતા. પરંતુ દુકાનદારે શોપની અંદર કેમેરાનું ડીવીઆર સુરક્ષિત સ્થળે સંતાડી રાખ્યું હોવાથી ચોરો અંદરના કેમેરામાં કેદ થઈ ગયા હતા.
બે બુકાનીધારી ચોરોએ શટરના તાળાં તેમજ કાચના દરવાજાના લોક તોડીને શોપમાંથી ૮૭ જેટલા મોબાઇલ અને ૨૦ જેટલી સ્માર્ટ વોચની ઉઠાંતરી કરી હતી. શોપમની તિજોરીમાં કિંમતીમોબાઈલ મુકવામાં આવ્યા હતા.પરંતુ તિજોરી તોડવામાં ચોરોને સફળતા મળી નહતી.જેથી કિંમતી ચીજો બચી ગઈ હતી. જે પી રોડના પીઆઈ એસએમ સગરે કહ્યું હતું કે, ચોરો માત્ર દસ મિનિટના ગાળામાં હાથફેરો કરી ४ ગયા હતા.આ બનાવમાં ડોગસ્કવોડ અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. જ્યારે, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં સામેલ થઈ છે. ચોરાયેલી ચીજોના બિલોની ચકાસણી કર્યા બાદ ચોરીની સાચી રકમ જાણી શકાશે.