Vadodaraમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યા બાદ કોર્પોરેશનમાં બેઠેલા હોદ્દેદારો બિનઅનુભવી અને નવા નિશાળીયા હોઈ શહેરની આ હાલત સર્જાઈ છે. તેવો બળાપો ભાજપના સિનિયર મોસ્ટ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો છે. યોગેશ પટેલના આવા બળાપાથી રોમ જ્યારે ભડકે બળતુ હતું અને નીરો ફિડલ વગાડતો હતો તેવો ઘાટ સર્જાયો છે.
Vadodara: ધારાસભ્ય યોગેશ પટેલે ૩૫ વર્ષના અનુભવનો લાભ સામે ચાલીને નવા નિશાળીયાઓને જઈને આપવો જોઈએ તેને બદલે વિવાદ કરી રહ્યા છે
Vadodara: યોગેશ પટેલ ૩૫ વર્ષથી ધારાસભ્ય પદે છે. Vadodaraમાં વિશ્વામિત્રીનો પ્રશ્ન વર્ષો જુનો છે. હજી સુધી આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. વિનાશક પૂરમાં લોકો ઘેરાયેલા હતા, યાતના વેઠી રહ્યાં હતા ત્યારે પૂરના મુદ્દે રાજકારણનો અખાડો બનાવી શકાય નહી. કોર્પોરેશનમાં બેઠેલા શાસકોને નવા નિશાળીયા કહી યોગેશ પટેલે પૂર પ્રો બાખડવાનું જે વલણ અખત્યાર કર્યું છે તે મુદ્દે પક્ષના ઘણા સિનિયર આગેવાનો પણ નારાજ છે. આ માનવ સર્જિત પૂર છે તે હકિકત છે. પૂર ઉતર્યા બાદ અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડી લોકસેવાનું કાર્ય કરવાના બદલે આ પ્રકારનું રાજકારણ રમવાની શરમ આવવી જોઇએ. યોગેશ પટેલ ૩૫ વર્ષથી ધારાસભ્ય પદે છે ત્યારે તેમની પાસે અનુભવનો જે નીચોડ છે તેનો સામે ચાલીને નવા નિશાળીયાઓ પાસે જઈ માર્ગદર્શન આપવુ જોઇએ.
Vadodara: પૂરની આ વિકટ સ્થિતિમાં શું લોકો સામે ચાલીને તેમના ઘરે જઈને સાયરન વગાડે કે આવો અમને માર્ગદર્શન આપો, મદદ કરો. આવી કઠીન પરિસ્થિતિમાં સિનિયર જુનિયરની રમત રમ્યા વગર લોકસેવામાં જોડાઈ જવું જોઈએ. પક્ષના ઘણા આગેવાનો પોતાનું નામ લીધા વગર કહેછે કે યોગેશભાઇ વર્ષોથી ધારાસભ્ય છે. ભૂતકાળમાં પણ અનેક વખત પૂર આવી ! ચુક્યા છે તો પૂર પ્રશ્ને કયો નિવેડો લાવી શક્યા છે ? તેઓ સિનિયર છે તો નવા નિશાળીયા જે ભૂલ કરે છે તે બદલ કાન મચકોડવો જોઈએ પણ તેમ કરવાના બદલે આક્ષેપ બાજી કરે છે તેનો કોઈ અર્થ નથી. આક્ષેપબાજી કરીને જુનિયર જેવુ વર્તન કરી રહ્યા છે.
એક હોદ્દેદારે તો ત્યાં સુધી કહ્યું છે કે, બીજી હરોળ તૈયાર કરવી જ પડે અને જે નવા નિશાળીયા છે તેની જો ભૂલ થાય તો કહેવું પણ પડે. પરંતુ આ રીતે આક્ષેપબાજી કરવાથી કોઈ ઊકેલ આવવાનો નથી. તેઓ વધુમાં કહે છે કે ઘણી વખત અનુભવ અભિશાપ રૂપ સાબિત થાય છે. અનુભવ પૂર્વગ્રહયુક્ત નહોવો જોઈએ. અનુભવની સાથે વૈજ્ઞાનિક જ્ઞાનનો સંગમ હોય તો જ સિસ્ટમને ફાયદો થાય બાકી નુકસાન થાય.
પક્ષના એક સિનિયર આગેવાનના કહેવા મુજબ પાંચ વર્ષ અગાઉ મુખ્યમંત્રી સાથે પાંચ મીટિંગો થઈ હતી અને તેમાં દર વખતે પહેલો પ્રશ્ન વિશ્વામિત્રીનો ચર્ચાતો હતો. યોગેશભાઇ તો તે પૂર્વેના ધારાસભ્ય છે કેમ કોઈ ઠોસ નિરાકરણ લાવી શક્યા નથી. મહત્વની વાત એ છે કે છેલ્લા ૩૫ વર્ષમાં યોગેશ પટેલે વિશ્વામિત્રી નદીના પૂર વડોદરામાં આવતા રોકવા માટે કર્યુ શું? એ પ્રશ્નનો ઉત્તર જુના નિશાળીયા યોગેશ પટેલે પ્રજાને આપવો જોઈએ. જો કે પક્ષના ઘણા લોકો એવુ કહે છે કે કોર્પોરેશનની અને પક્ષની સંકલન સમિતિની બેઠકો મળે છે ત્યારે પ્રિમોન્સુનની કામગીરી વિશ્વામિત્રીના દબાણ અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓ ઉપર અવાર નવાર યોગેશ પટેલ દ્વારા ટકોર કરવામાં આવે છે પરંતુ તંત્ર ધ્યાન આપતુ નથી.