Vadodara: બીસીએની નવી પેન્શન યોજના પ્રમાણે વર્ષ ૨૦૦૩ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમેલા બીસીએના ખેલાડીઓ આ યોજનાના હકદાર બનશે. સીઇએ | સ્નેહલ પરીખે મહિતી આપી હતી કે વર્ષ ૨૦૦૩ પછી બીસીસીઆઇએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો માટે પોલિસી | બદલી હતી તે મુજબ વર્ષ ૨૦૦૩ પછીના ખેલાડીઓને સારી એવી રકમ ચુકવવામા આવે છે.
Vadodara: જે ખેલાડીઓ મૃત્યુ પામ્યા છે તેમની પત્ની અથવા સંતાનને ૫૦ ટકા પેન્શનની પણ યોજના
૧ થી ૨૦ મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૪૦ હજાર, ૨૦ થી ૪૦ મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૫૦ હજાર અને ૪૦થી ઉપર મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૬૦ હજાર ચુકવવામાં આવે છે. 2003 પહેલાના ખેલાડીઓને પ્રતિ મેચ રૂ.૨૦૦ થી ૩૦૦ જેવી મામુલી રકમ મળતી હતી. આવા ખેલાડીઓ માટે બીસીએ દ્વારા પેન્શન સ્ક્રિમ ચાલુ કરવામાં આવી છે. આ સ્કિમમાં દર પાંચ વર્ષે મોંઘવારી પ્રમાણે વધારો કરવાની પણ જોગવાઈ. બીસીએના જે ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓ મૃત્યુ પામ્યા છે તેમની પત્ની અથવા સંતાનને પ૦ ટકા એટલે કે ૭ થી ૮ હજાર પેન્શન ચુકવવાની પણ યોજના છે.