Vadodara: શહેરના નવલખી ગ્રાઉન્ડ ઉપર પૂ.દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત મહોત્સવનું આજે પૂ.શ્રી દીપકભાઈની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે પૂ.દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.
Vadodara: દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન કરાયુ, તા.૧૭ નવેમ્બર સુધી મહોત્સવ ચાલશે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે પૂ.દાદા ભગવાને આપેલું અક્રમ વિજ્ઞાન એવો વિશિષ્ટ માર્ગ છે જે કોઇ ક્રમ કે તબક્કા વગર સીધું આત્મજ્ઞાન સુધી પહોંચાડે છે. જ્યારે, પૂ. દીપકભાઈએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે દાદાની ભાવના હતી કે પરિણીત ગૃહસ્થ પણ મોક્ષ પામી શકે. ત્યાગ, સાધના, ધ્યાન, ક્રિયા, મંત્રજાપ વગર ચિંતામુક્ત રહી શકે એ જ્ઞાન દાદાએ આપ્યુ.
તા. ૧૭ નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવની મુલાકાતે ૫૦ હજારથી વધુ લોકો આવશે. દેશ વિદેશના ૨૦ હજાર અનુયાયીઓ મહોત્સવમાં આવ્યા છે. નવલખી ગ્રાઉન્ડ ઉપર ૨૫ લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં આશરે સવા લાખ ચોરસ ફૂટનો સત્સંગ હોલ, બે લાખ ચોરસ ફૂટની ભોજનશાળા અને ૧૦ લાખ ચોરસ ફૂટના થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કને પાર્કને ઉભા કરવામાં આવ્યા છે. તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો માટે મહોત્સવની તમામ સુવિધા નિઃશૂલ્ક રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા દાદા ભગવાનની જન્મ ભૂમિ અને કર્મ ભૂમિ રહી છે