vadodara કોર્પો.ની હદમાં સમાવવામાં આવેલા ધનિયાવી વડદલા ગામન ઝુંપડાવાસીઓને વિવિધ સરકારી આવાસમાં શિફ્ટ કરવા માટે કોર્પો.ના ટાઉન પ્લાનિંગ વિભાગે કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક ઝૂંપડાંવાસીઓ અહીંથી મકાન ખાલી કરી બીજે જવા તૈયાર નથી તેમ કહેવા છતાં આજે ફરી નોટિસ અપાઈ હતી. કોર્પોરેશન માપણી કરે અને ત્યારબાદ મકાનની ફાળવણી આ જગ્યા પર કરવામાં આવે તેવી રજૂઆત થતા કોર્પોરેશને કાર્યવાહી અટકાવી હતી.

vadodara કોર્પો.ની ટીમ સાથે રકઝક બાદ કામગીરી અટકાવી : જમીનની માપણી કરાવવા માગણી

ધનિયાવી વડદલા ગામમાં ૪૦૦ થી વધુ ઝૂંપડાં છે. જેમાંથી કેટલાક ઝૂંપડા ખાલી છે. બાકીના ઝૂંપડામાં રહેતા રહીશોને કોર્પો.ના પોતાના ખાલી પડેલા ૨૫૦૦ સરકારી આવાસમાં શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ તંત્રે અહીંના ઝૂંપડાં ખાલી કરી આવાસ યોજનામાં ખસી જવા તાકીદ કરી હતી, પરંતુ તેઓ ગયા ન હતા. આજે કોર્પો.ના ટાઉન પ્લાનિંગ વિભાગે અહીંના ઝૂંપડાંવાસીઓને જગ્યા ખાલી કરવા અંતિમ નોટીસ બજાવી અન્યત્ર ખસી જવા તાકીદ કરી તેઓને ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ કરાવતા રહીશોએ ભારે ઉશકેરાટ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. અહીંથી ઝૂંપડાં ખાલી કરવાના નથી તેમ જણાવતા રહીશો અને નોટિસ બજાવવા ગયેલા પાલિકાના સ્ટા વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઝૂંપડા ખાલી થાય બાદ સરકારી તંત્ર સંપૂર્ણ જમીનનો કબજો મેળવશે અને ભવિષ્યમાં હીં કોઈ અન્ય આયોજન હાથ ધરશે. આજે | ઝૂંપડાંવાસીઓને હટાવવા કોર્પોરેશનની ટીમ ફરી વાર પહોંચી હતી, ત્યારે | સામાજિક કાર્યકર વિશાળ શ્રીવાસ્તવે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જણાવ્યું હતું કે, કોર્પોરેશનની હદમાં ધનિયાવી અને વડદલા ગામ હસ્તકની જમીન હોવાથી તેની પહેલા માપણી કરાવવી જોઈએ. ભૂતકાળમાં ઈન્દિરા આવાસ યોજનાના મકાનો બનાવીને | સરકારે જ ૨૫ ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરેલી છે. જેથી હાલ જ્યાં સુધી મકન મળે નહીં ત્યાં સુધી આ ઝૂંપડાં તોડવા નહીં તેવી માંગણી કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી.