Vadodara: ગાજરાવાડી વિસ્તારમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના બે વાહનચોરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છ મોટર સાઈકલ કબજે કરી છે.

એક મહિનામાં શહેરના સમા,કપૂરાઈ, રાવપુરા જેવા વિસ્તારમાંથી વાહનો ઉઠાવ્યા

ગાજરાવાડીના સુએઝ પંપીંગ સ્ટેશન તેમજ વિશ્વકર્મા નગરમાં રહેતા એમપી ના બે શખ્સ વાહનચોરી કરતા હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ હેતલ તુવેરની ટીમે સુએઝ પંપીંગ રોડ પરથી બંનેને ઝડપી પાડી બાઈકના પેપર્સ માંગતા મળ્યા ન હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન રાકેશ વેસ્તયાભાઈ તોમર(સુએઝ પંપીંગ સ્ટેશન પાસે) અને અલસીંગ મછીયાભાઈ ભયડીયા (વિશ્વકર્મા નગર) એ એક મહિનામાં સમા, રાવપુરા, કપૂરાઇ જેવા વિસ્તારમાંથી છ મોટર સાઇકલો ચોરી હોવાની વિગતો ખૂલી હતી. આ બાઈક તેઓ એમપીમાં જઈને વેચવાની ફિરાકમાં હતા. પોલીસે બંનેની વધુ પૂછપરછ જારી રાખી છે.