Vadodara: એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ (યુનિટ બિલ્ડિંગ)માં અભ્યાસ કરનારા ૧૯૭૫ની બેચના વિદ્યાર્થીઓનું રિયુનિયન તા.૫ જાન્યુઆરીએ યુનિટ બિલ્ડિંગ ખાતે જ યોજાશે.આ પૂર્વ વિદ્યાર્થીઓ પોતે જે ક્લાસરુમમાં બેસીને ભણ્યા હતા ત્યાં જ બેસીને જૂની યાદો તાજા કરશે.
Vadodara: તા.૫ જાન્યુઆરીએ ૧૫૦ પૂર્વ વિદ્યાર્થીઓનું રિ યુનિયન તેમને ભણાવનારા આઠ અધ્યાપકોનું પણ સન્માન કરાશે
આ રિ યુનિયનના આયોજકો પૈકી એક અને ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલ સોસાયટીના નિતિન કોન્ટ્રાકટરે કહ્યું હતું કે, તે સમયે પ્રિપેટરી કોમર્સ બિલ્ડિંગ તરીકે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ એટલે કે યુનિટ બિલ્ડિંગ ઓળખાતું હતું.૧૯૭૫ની બેચના લગભગ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ રિ યુનિયનમાં ભેગા થવાના છે.જેમાં અમેરિકા અને બ્રિટનથી પણ ત્રણેક પૂર્વ વિદ્યાર્થીઓ આવવાના છે. આ નિમિત્તે અમે યુનિટ બિલ્ડિંગને ડેકોરેટ પણ કરવાના છે.
યુનિટ બિલ્ડિંગની એક ટુર પણ રાખવામાં આવી છે. નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં ૧૯૭૫ની બેચના ભણાવનારા આઠ અધ્યાપકોનું અને તે વખતે ફરજ બજાવનારા ચાર ખૂનનું પણ સન્માન કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, કોમર્સ ફેકલ્ટીના હિતમાં અમે કામ કરવા માટે કટિબધ્ધ છે.રિ યુનિયન બાદ અમે કોમર્સ ફેકલ્ટી માટે શું કરી શકીએ તેમ છે તેની ફેકલ્ટી ડીન સાથે ચર્ચા કરીશું.