Vadodara જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોનું આયોજન થયું છે.આ વર્ષે આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને સંદેશા વ્યવહાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક મોડેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ પર વિદ્યાર્થીઓએ સંશોધન અને મોડેલને પ્રદર્શનોમાં રજૂ કરવાના છે.

Vadodara: આરોગ્ય, પરિવહન અને સંદેશા વ્યવહાર, પ્રાકૃતિક ખેતી, વેસ્ટ મેનેજમેન્ટ વિષયો પર વિદ્યાર્થીઓ પ્રોજેકટ રજૂ કરશે

પ્રાથમિક સ્કૂલોમાં નવેમ્બર મહિનામાં દરેક ક્લસ્ટરમાં પ્રદર્શન યોજાયા બાદ તેમાં શોર્ટ લિસ્ટ થયેલા પ્રોજેકટને ડિસેમ્બર મહિનામાં તાલુકા કક્ષાએ યોજનારા પ્રદર્શનમા રજૂ કરાશે.આ જ રીતે માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે તા.૫ ડિસેમ્બરે પોરની બળિયાદેવ સ્કૂલ, તા.૬ ડિસેમ્બરે એન જી શાહ સ્કૂલ, વાઘોડિયા, તા.૨૮ | નવેમ્બરે કંડારી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ, તા. ૧૦ ડિસેમ્બરે તાંદલજા ખાતે રાઈટ વે સ્કૂલ, તા.૧૪ ડિસેમ્બરે મકરપુરા ડોન બોસ્કો સ્કૂલ ખાતે, તા.૯ ડિસેમ્બરે ફતેગંજ રોઝરી સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાશે.આ તમામ પ્રદર્શનો જાહેર જનતા માટે ખુલ્લા રહેશે