Vadodaraના પૂર્વ વિસ્તારમાં અણખોલ ગામ પાસેની એક સોસાયટીના રહીશોને યોગ્ય પ્રાથમિક સુવિદ્યાઓ નહી મળતા વુડા સામે રોષ પ્રદર્શિત કર્યો હતો. રહીશોએ સુંદરકાંડના પાઠનું આયોજન કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.
Vadodara: અણખોલ પાસેની સોસાયટીના રહીશો ચાર વર્ષથી ફરિયાદો કરી થાક્યાઃ ઉગ્ર આંદોલનની પણ ચીમકી
શહેરના પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલેજ સિટિ પાસે આવેલી શિવદર્શન ડુપ્લેક્સના રહીશોને પીવાનું પાણી તેમજ ગટર વ્યવસ્થા નહી મળતાં આ અંગે વુડા તેમજ બિલ્ડર અને રેરામાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી રહીશો પ્રાથમિક સુવિદ્યા માટે વલખા મારી રહ્યા છે. સોસાયટીની ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળાનો પણ ભય રહેતો હોય છે.
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમે તંત્રને જગાડવા માટે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું. અમારા ખાળકૂવાઓ ઉભરાતા હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. | સોસાયટીના રહીશ નિવૃત્ત આર્મી જવાને | જણાવ્યું હતું કે હું મૂળ મધ્યપ્રદેશનો વતની છું, ગુજરાત મોડલ સાંભળી હું વડોદરા સ્થાયી થયો હતો પરંતુ અહીં અલગ જ જોવા મળી રહ્યું છે. યોગ્ય પાણી નહી મળતાં બે વર્ષમાં જ જ મારા માથાના વાળ પણ ઉતરી રહ્યા છે. તંત્ર જો હજી નહી જાગે તો વધુ ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે.