Vadodara મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ઝૂ શાખા દ્વારા જરૂરી તકેદારી લેવાય તે માટે ભાજપના દંડક અને વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

Vadodara: કોર્પોરેશનમાં ભાજપના દંડકે જ તંત્રની નિષ્કાળજી બદલ સવાલો ઉઠાવ્યા

કમાટીબાગ ખાતે આવેલા ઝૂ માં પાછલા વર્ષોની સરખામણીએ જોઈએ તો દર વર્ષે સહેલાણીઓની સંખ્યા વધી છે અને આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

પાલિકા નાગરિકોની સુવિધાને પણ ધ્યાનમાં રાખી કાર્ય કરતી હોય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઝૂને પોતાની ગાઈડ લાઈન પ્રમાણે વિકસાવવા પ્રાધાન્ય આપે છે. ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. હાલ જ વડોદરા ઝૂને નાગપુરથી વાઘ અને વાઘણની જોડી મળી છે.

પ્રધાનમંત્રીની વિકાસ ગાથાને પાલિકાના વહીવટકર્તા અવરોધરૂપ થતા હોય તેવું હું સ્પષ્ટ લાગી રહ્યું છે. તાજેતરમાં ઝૂ ની મુલાકાત લીધી ધ્યાનમાં આવ્યું હતું કે ઝૂમાં સિવિલ કામોનું મેન્ટેનન્સ હોય કે પછી નવા કામો હોય ક્ષતિ ખૂંચે તેવી જણાઈ છે. નિષ્કાળજી દાખવતો હોય તેવો એન્જિનિયરનો સ્ટાફ ચાર્જમાં કામ કરે છે, જે વડોદરાના વિકાસમાં અવરોધરૂપ થાય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મેળવ્યા બાદના કામો પણ ગાઈડ લાઈન પ્રમાણે કામો નથી થઈ રહ્યા. નાગરિકોને તેમજ અન્ય શહેરોમાંથી આવતા સહેલાણીઓને આગવું ઝૂ મળી રહે તે માટે પ્રયત્ન સઘન કરવા સૂચન કર્યું છે. સત્તા પક્ષના દંડકે જસવાલ ઉઠાવતા પાલિકામાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.