Vadodara, ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓએ વિદ્યાર્થિનીનો મોબાઈલ લૂંટ્યા બાદ તેને રિકવર કરવો પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે. ગઇકાલે મોબાઈલ શોધવા માટે વિશ્વામિત્રી નદી ખૂંદી કાઢી પરંતુ મોબાઈલનો પત્તો મળ્યો ન હતો.
Vadodara: મોબાઈલ રિકવર કરવા પણ પોલીસ દ્વારા નરાધમોની પૂછપરછ
પોલીસ પૂછપરછમાં શાહરૂખે વિદ્યાર્થિનીનો મોબાઇલ લૂંટ્યા બાદ તેમાંથી સીમકાર્ડ પણ કાઢી નાંખ્યું હતું અને આ સીમકાર્ડ તેણે છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરી પાસે ફેંકી દીધું હોવાનું બહાર આવ્યું છે. આ સીમકાર્ડ શોધવા માટે જિલ્લા
પોલીસની ટીમ આવતીકાલે છાણી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. વિદ્યાર્થિનીનો મોબાઈલ નરાધમોએ ફેંકી દીધો કે છૂપાવ્યો છે તે હજી સુધી નિશ્ચિત થઈ શક્યું નથી.મોબાઈલ અંગે નરાધમોની પૂછપરછમાં અનેક વિરોધાભાસ આવી રહ્યા છે જેથી મોબાઇલ રિકવર કરવા માટે પોલીસ દ્વારા નરાધમોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.