Vadodara: વુડા દ્વારા શહેરી આવાસ યોજના માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. ફોર્મ રાષ્ટ્રીયકૃત બેંક ખાતેથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુભાનપુરા ખાતેની બેંકમાં વહેલી સવારથી લાઈનમાં ઉભેલા લોકોને “આજે ફોર્મનું વિતરણ થશે નહીં” તેવું મોડેથી જણાવવામાં આવતા ફોર્મ લેવા આવેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Vadodara: વહેલી સવારથી લાઈનમાં ઊભેલાં લોકોને ફોર્મનું વિતરણ નહીં કરાતા ભારે રોષ

વુડા દ્વારા ઈડબલ્યુએસના ૧૦૩ મકાનો એલોટ કરવા માટે ફોર્મ એક અને બે રૂમ રસોડાના મકાનો માટે છે. ફોર્મ લેવા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી સવારે ૪ વાગ્યાથી બેંક બહાર લાઈન લાગી જાય છે. આજે મળસ્કે આવેલા અરજદારોને બેંક ખૂલ્યા પછી જણાવવામાં આવ્યું હતું કે, “જરૂરી માત્રામાં ફોર્મ ઉપલબ્ધ નથી, નથી! જેથી આજે ફોર્મનું વિતરણ કરવામાં આવશે નહીં” જેથી કલાકો સુધી બેંકની

બહાર બેસી રહેલા અરજદારોમાં રોષ વ્યાપ્યો હતો. પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે, સરકાર પાસે જો ગરીબ આવાસ યોજનાના ફોર્મ પણ ઉપલબ્ધ ન હોય તે શરમજનક બાબત છે. સવારે ચાર વાગ્યાથી અરજદારો પોતાના બાળકો સાથે ફોર્મ લેવા આવી જાય છે. ફોર્મ વિતરણ કરવાનું ન હોય તો તેની આગોતરી જાણ કરવી જોઈએ. જેથી દૂર દૂરથી આવતા લોકોને મુશ્કેલી સર્જાય.