Vadodara ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા તા. ૧૫ ડિસેમ્બર, રવિવારે ‘સેફ વડોદરા’ના શીર્ષક હેઠળ ‘કિવન્સ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યુ છે.આ મેરેથોનમાં વડોદરાની મહિલાઓ ભાગ લઈને સુરક્ષિત વડોદરાનો મેસેજ આપશે.

Vadodara: પોલીસની સુરક્ષા સેતુ, શી ટીમ અને મહિલા પોલીસ કર્મીઓ સહિત ૩ હજારથી વધુ મહિલાઓ ભાગ લેશે

રવિવારે સવારે ૯ વાગ્યે અકોટા દાંડિયાબજાર બ્રિજથી ‘ક્વિન્સ રન’ની શરૂઆત થશે. મહારાણી રાધિકારાજે ગાયકવાડ, કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ લાવનાર પોલીસ વુમન લજ્જા ગોસ્વામી, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન | સહિતના લોકો ફ્લેગ ઓફ કરશે. ‘ક્વિન્સ રન’માં ૩ હજારથી મહિલાઓ ભાગ લેશે.

જેમાં પોલીસની સુરક્ષા સેતુ, શી ટીમ અને મહિલા પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. ૪.૫ કિ.મી.ની આ દોડ દાંડિયાબજાર બ્રિજથી શરૂ થઈને કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ થઈને ટાવર ચાર રસ્તાથી જ્યુબિલીબાગ, પદ્માવતિ શોપિંગ સેન્ટરથી પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી, દાંડિયા બજાર ચાર રસ્તા થઈને બ્રિજ ખાતે આવીને પૂર્ણ થશે.