Vadodara: ભરૂચના ઝઘડિયા દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Vadodara: બાળકીને ઈએનટી, સર્જરી અને ગાયનેકડિપાર્ટમેન્ટમાં સારવાર અપાઈ
સયાજી હોસ્પિટલમાં પુત્રી સાથે આવેલી પિતાએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, સોમવારે સાંજે મારી પત્ની ઘરે પાછી આવી ત્યારે આ છોકરી ઘરે હતી નહીં. જેથી મારી પતીએ અન્ય બાળકને પુછ્યું ત્યારે તેઓને પણ તેમની બહેન ક્યાં ગઈ તેની ખબર ન હતી. પછી એકદમ બાળકીને રડવાનો અવાજ આવતા મારી પત્ની તુરંત ત્યાં દોડીને ગઈ અને તેને ગંભીર હાલતમાં ખોળામાં ઉંચકીને ઝાડીમાંથી બહાર લાવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડયો છે.
મારી પુત્રી ઝડપથી સારી થઈ જાય તેવી પ્રાર્થના ભગવાનને કરીએ છે. બાળકીને મોઢાના ભાગે પથ્થરથી ઈજાઓ કરેલી છે, પેટના અને પ્રાઈવેટ પાર્ટ ઉપર ચાકુથી ઈજાઓ પહોંચાડેલી છે. બાળકીને ઇએનટી, સર્જરી અને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં સારવાર આપવામાં આવી હતી.