Vadodara, નવરાત્રિમાં નાના મોટા ગરબા આયોજકો દ્વારા કરાયેલા આયોજનમાં તમામની જાહેર સલામતી માટે ફાયર સેફટી અંગે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે.

Vadodara: ઈમર્જન્સીમાં લોકો એક્ઝિટ તરફ જઈ શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવા તાકિદ

Vadodara: મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ જવલનશીલ પદાર્થના ગોડાઉનમાંથી દૂર બનાવવા તેમજ ફાયર બ્રિગેડના વાહનો આવી શકે તે મુજબ ખુલ્લા રાખવા, કોઇપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેકટ્રીક સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર અને રેલ્વે લાઈનથી દૂર રાખવા બે સ્ટ્રકચર વચ્ચે બે મીટરથી વધુ અંતર રાખવા સૂચના આપી છે. સ્ટ્રકચરની અંદર કોઇપણ પ્રકારના સ્ટોલ બનાવવાની ના પાડી છે. સ્ટેજની નજીક અને નીચેના ભાગે આગ લાગે તેવા કોઈપણ | પ્રકારના પ્રવાહી પદાર્થોનો સંગ્રહ નહી કરવા કહ્યું છે. પંડાલમાં ફિક્સ પાર્ટીશન ક્યાંય નહીં કરવા તાકીદ કરી છે. ઈમર્જન્સી સમયે લોકો એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવા ઉપરાંત પંડાલમાં દૈનિક કેટલા લોકો પ્રવેશી શકે છે, તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાની સૂચના આપી છે.

ઓછામાં ઓછા બે ઈમરજન્સી એક્ઝિટ વિરૂધ્ધ દિશામાં રાખવાનું કહ્યું છે. પંડાલ લિકે કે ટેમ્પરરી સ્ટ્રકચરનું સ્ટેજ બનાવવા પડદા અને કાર્પેટ ફાયર પેન્ટ કરાવવા અને અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવા જરૂરી ગણાવ્યા છે. પંડાલમાં વાયરીંગ પીવીસી [ કોટેડ કરવા, ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂર રાખવા પણ કહ્યું છે. હવન કુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફટીની સુવિધા રાખવાની સૂચના અપાઇ છે. માતાજીની મૂર્તિ પાસે મૂકાતા દીવા નજીક રેતી ખાસ રાખવા કહ્યું છે. આગ લાગે ત્યારે સલામતી અર્થે પાણીનો પુરવઠો, પાણીના ડ્રમ અને રેતી ભરેલી બેગો રાખવા સૂચના અપાઇ છે.