Vadodara વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા પાંચ બાળકો સહિત નવ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે.

Vadodara: દાહોદના શ્રમજીવીઓ રેલવે કામની મજૂરી માટે આવ્યા હતા : ૮ ને ઇજા

રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. આજે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત ૯ શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી.

તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓની હાલત સુધારા પર છે. ઈજાગ્રસ્તોમાં (૧) વિજયભાઈ રામસિંહ પરમાર (૨)વિપુલ ઇશ્વરભાઈ (૩) । હંસાબેન વિજયભાઈ પરમાર (૪) કલ્પેશ ગોવિંદભાઈ માલીવાડ તથા પાંચ બાળકોને ઈજા પહોંચી હતી. જે પૈકી એક બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.