Vadodara: ગુજરાતના વડોદરામાં નવરાત્રિની ઉજવણી દરમિયાન સગીર બાળકી પર સામૂહિક બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું અને ખરભળાટ મચાવી નાખ્યો હતો .ત્યારે હવે વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા જોકે આરોપેની જિલ્લા પોલીસે ને સોપશે. પોલીસની ટીમો દ્વારા 1000થી વધુ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે પીડિતાને 100થી વધુ હિસ્ટ્રીશિટરોના ફોટા પણ બતાવ્યા હતા.
જિલ્લા પોલીસની તપાસમાં પોલીસને એક લિન્ક મળી હતી અને તે મુજબ શકમંદોને ઉઠાવી પૂછપરછ કરી હતી. પરંતુ પ્રાથમિક તબક્કે તેઓ હોય તેમ નહી જણાતા આખરે તેમને જવા દેવાયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેવા 50 થી 60 લોકો ઓળખાયા છે અને તેઓની ઘનિષ્ઠ તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાયલીથી 4-5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો જેઓ આ વિસ્તારથી ખૂબ વાકેફ છે તેઓની ઓળખ કરીને પૂછપરછનો દોર શરુ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. જે રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જોવા મળ્યું હતું. મોંડી રાત્રિ સુધી દીકરી ઘેર નહી આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયા બાદ જાણ થઇ છે 5 આરોપી પૈકી 3 આરોપી ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું જાણ માં આવ્યું છે UPના 3 વિધર્મી, મેડિકલ ચેકઅપ માટે લાવ્યા; એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો