Vadodara, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી ગામની પ્રાથમિક શાળાની ધોરણ- ૧ની માસુમ વિદ્યાર્થિનીની કારમી હત્યા કરનાર આચાર્ય સામે ફિટકારવરસી રહ્યો છે. Vadodara શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે આ બાળકીના પરિવારને ન્યાય અપાવવા કેન્ડલ ન્યાય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા કેન્ડલ- ન્યાય માર્ચ યોજાઈ ગાંધીનગર ગૃહ બહાર વિદ્યાર્થિનીને શ્રદ્ધાંજલિ સાંજે ૬.૪૫ કલાકે જુના ન્યાયમંદિર પાસે, ભગતસિંહની પ્રતિમા નજીકથી આ કેન્ડલ માર્ચ શરુ થઇ હતી. જેમાં Vadodara શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પસ્થિત .રહ્યા હતા. કેન્ડલ માર્ચ ગાંધીનગર ગૃહ પહોંચ્યા બાદ હાથમાં મીણબત્તી સાથે ઉભા રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી.
આવતીકાલે ઓદનપત્ર સુપ્રત કરાશે. Vadodara શહેર કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે દાહોદમાં છ વર્ષની દીકરી ઉપર ભાજપ સાથે સંકળાયેલા તેમજ આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારાકારમાં વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. બાળકી રડવા લાગતા તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
આચાર્યને ફાંસીની સજા થાય અને પિડીત પરિવારને ન્યાય મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ગઇ તારીખ ૧૯ મીએ ૫૬ વર્ષીય આચાર્ય ગોવિંદ નટે પોતાની કારમાં વિદ્યાર્થિનીને બેસાડી દીધી હતી, અને બળાત્કારનો પ્રયાસ કરી મોઢું દબાવી દઈ શ્વાસ રૂંધાવી હત્યા કરી દીધી હતી. આ બનાવના ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આચાર્યની ધરપકડ બાદ રિમાન્ડ પર લીધા પછી હવે દેવગઢ બારીયાની સબ જેલમાં ધકેલી દેવાયો છે.