Vadodara શહેરમાં મગરો જ્યાં ફાવે ત્યાં ફરી રહ્યા અને ૧૫ દિવસના સમયગાળામાં ૫૦ થી વધુ જેટલા મગરોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. નવલખી ખાતેના કૃત્રિમ તળાવ તેમજુ એક ફાર્મમાંથી બે મગરોનું રેસ્ક્યુ કરવાના વધુ બે બનાવ બન્યા છે.
Vadodara: કલાલીના ફાર્મમાં મગર ઘૂસી જતાં તળાવડી ખાલી કરવા માટે આઠ કલાક જહેમત કરવી પડી મગરની નગરી બની ગયેલા વડોદરામાં રોજેરોજ રહેણાંક વિસ્તારોમાંથી મગરો મળી આવવાના બનાવો બની રહ્યા છે. અને તે પહેલાં ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે એક મકાનના દરવાજા પાસેથી ૧૫ ફૂટના સૌથી મોટા મગરનું રેસ્ક્યુ કરાયું હતું. દરમિયાન વડોદરાનું વહીવટી તંત્ર ગણપતિ વિસર્જન માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે મુખ્ય કૃત્રિમ તળાવ નવલખી ખાતે આજે વહેલી સવારે એક મગર આવી જતાં તળાવ નજીક લાઈટોનું કામ કરી રહેલા બે યુવકો થાંભલે ચડી ગયા હતા.જીવદયા કાર્યકરોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
જ્યારે કલાલી ખાતેના ફાર્મહાઉસમાં એક મગર આવી જતાં તલાવડી ખાલી કરવામાં આવી હતી. ફોરેસ્ટ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા સહિતના કાર્યકરોએ છ થી આઠ કલાક સુધી તળાવડીનું પાણી ખાલી કરી મગરનું રેસ્ક્યુ કર્યું હતું.