Vadodara: ગણેશોત્સવ નિમિત્તે ગાયોને ડ્રાયફૂટવાળા ૩ હજાર લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો વડોદરામાં હાલ ગણોશોત્સવની ઉજવણી થઈ રહી છે. દરમિયાન વડોદરાની એક સંસ્થાએ આ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કરીને ગણેશજીને પ્રિય લાડુનો ભોગ આજે ગાયોને ધરાવવામાં આવ્યો હતો. એ પણ સો-બસ્સો નહીં પણ ડ્રાયફૂટવાળા ૩ હજાર લાડુ ધરાવ્યા હતા.

Vadodara: ગાયોને લાડુની સાથે ગરમ રોટલી પણ પીરસવામાં આવી, ઉત્સવોને ગૌ-સેવા સાથે જોડવાનો હેતુ

જરૂરીયાતમંદ લોકો અને મુંગા પશુઓની સેવા કરતી સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશનના સંચાલકનું કહેવું છે કે ગણોશોત્સવપર્વને ગૌ સેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ અમે ગાયોને હજારો કિલો ફળ, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે અર્પણ કર્યાનો રેકોર્ડ છે. અમે ફૂટપાથ પર જીવન વ્યતિત કરતા મજબુર નિઃસહાય વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમિત ભોજન સેવા આપી રહ્યા છીએ.

હાલમાં ગણેશોત્સવ ચાલે છે. ગણેશજીને લાડુ અતિપ્રિય છે એટલે ૩ હજાર જેટલા ડ્રાયક્ ટ લાડુ અને | ગરમાગરમ ૫ હજાર રોટલીનો ભોગ કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાઓને અર્પણ કરવામાં આવ્યો છે. ગાય પવિત્ર છે એટલે તેને યોગ્ય આહાર મળવો જોઈએ ગૌ માતા કચરો અને પ્લાસ્ટીક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી છે.