Vadodara, એક યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી જણાવેલ કે, તેનું પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયેલ છે. તો પણ એ કોલ અને મેસેજ કરી મને હેરાન કરે છે. આજે હું બહાર નીકળી ત્યારે મારો પીછો કરેલ અને મારવા પાછળ પડેલ જેથી બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરેલ હતો. અભયમ| રેસ્ક્યુ ટીમ બાપોદ તાત્કાલિક સ્થળ પર પહોંચે તે પહેલા યુવક ફરાર થઈ ગયો હતો. યુવતીને જાનનું જોખમ લાગતું હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે.
Vadodara: યુવક, યુવતીઓ એકબીજાની વધુ જાણકારી વગર ફ્રેડશિપથી જોડાય છે. ત્યારબાદ પરિચય વધતા આગળ સબંધ રાખવો હિતાવર લાગતો નથી. જેથી બ્રેકઅપ લીધેલ છે તેવું જાણવા મળેલ છે. આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળે છે. આવો જ કિસ્સો પ્રકાશમાં આવેલ છે. જેમાં ફ્રેન્ડશિપ બાદ ઈન્ટર કાસ્ટના હોવાથી તેમજ યુવક વધુ પડતો આગ્રહી હોવાથી વિચારોમાં મનમેળ ના થતાં યુવતીએ સંબંધ બંધ કરેલ. પરંતુ યુવક દ્વારા અવારનવાર સબંધ રાખવા દબાણ થતું હતું.
ગત રોજ યુવતી બહાર નીકળેલ તો જબરજસ્તી કરતા યુવતીએ ઈન્કાર કરેલ અને બચાવ માટે અભયમની મદદ મેળવી હતી. અભયમ દ્વારા યુવકની શોધખોળ કરેલ પરંતુ તે મળી આવેલ નહિ. યુવતીને ડર હતો કે, બીજીવાર પણ હેરાન કરશે જેથી પોલીસ ફરિયાદ કરાઈ છે.