Vadodara: વડોદરા હરણી બોટકાંડને લઈ મોટા સમાચાર સામે આવયા છે. હરણી બોટકાંડને લઈને મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોએ 5 કરોડની માંગણી સામે મૃતક 12 બાળકોને રૂ. 31,75,700 (પ્રતિબાળક ) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂ. 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 ચૂકવવાનો આદેશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વળતર અંગે Vadodaraના નાયબ કલેક્ટરની અદાલતમાં સુનવણી હાથ ધરવામાં આવી રહી હતી. હરણી બોટકાંડમાં પરિવારજનોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વળતરની રકમ જાહેર કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોએ 5 કરોડની માંગણી સામે મૃતક 12 બાળકોને રૂ. 31,75,700 (પ્રતિબાળક ) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂ. 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 ચૂકવવાનો આદેશ કર્યો છે. તેમજ બે ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારનું પણ વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. સાથે સાથે વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે આ વળતરની ચૂકવણી કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરી2024 ના રોજ Vadodara વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.