Vadodara વડાપ્રધાન ૨૦૧૪માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર વડાપ્રધાન બન્યા હતા, પરંતુ એ પછી વડાપ્રધાન વડોદરાવાસીઓને ભૂલી ગયા છે, તેવી ટકોર ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિકે પૂર પીડિતોની જન આક્રોશ રેલીમાં કરી હતી. જો કે વડોદરાના એક નાગરિકે વડાપ્રધાનને કર્મભૂમિ વડોદરા આવવા પત્ર લખ્યો છે.
પત્રમાં લખ્યું- માનવસર્જિત પૂરના “માનવ” કોણ કોણ છે, તે વડાપ્રધાન જાણે છે
આ પત્રમાં તેમણે લખ્યું છે કે Vadodaraના મહારાજાએ પણ નિરીક્ષણો અને સર્વે કર્યા બાદ નિવેદન આપ્યું છે કે, વડોદરામાં આવેલું ભયાનક પૂર માનવસર્જિત છે. વડોદરા વડાપ્રધાનની કર્મભૂમિ છે. વડાપ્રધાન જાણે છે કે આ માનવસર્જિત પૂરના ‘માનવ’ કોણ કોણ છે. આ ‘માનવો’માં સંકટ દૂર કરવાની શક્તિ જ નથી.
સંકટ મોચક વડાપ્રધાન જ છે. તેઓ તા.૧૫થી બે દિવસ ગુજરાત આવી રહ્યા છે, તો થોડો સમય વડોદરાને ફાળવી યથાયોગ્ય સાફસફાઈ કરાવે. તેમના આવવાતી લોકોને માનસિક તાકાત અને સાંત્વના મળશે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તાકાત મળશે.