Vadodara,સોમવાર એક મહિના પહેલા આવેલા ભારે પૂરમાં અસર પામેલી પૂર્વ વિસ્તારની સૌથી મોટી વૈકુંઠ સોસાયટી અને રંગવાટિકા વિસ્તારના રહીશોએ મેયરને પાણીમાં ચલાવ્યા બાદ ગઈકાલે પડેલા ભારે વરસાદમાં આખી સોસાયટી ફરી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.

Vadodara:આ વખતે અમે વેરો જ નહી ભરીએ, ત્રાસી ગયા છે : વૈકુંઠ સોસાયટીના લોકોનો આક્રોશ

Vadodara: સોસાયટીના રહીશોએ આજે તંત્રની કામગીરી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. સોસાયટીમાં ભરાયેલા પાણીની વચ્ચે રહીશો વિરોધ કરવા ઉમટી પડયા હતાં. રહીશોએ આક્ષેપ કર્યા હતાં કે બે દિવસ પહેલાં ભાજપના સભ્ય અભિયાન માટે નેતાઓ આવીને ગયા હતાં, ઘેર ઘેર લોકોના ઘેર જઈ ઓટીપી માંગીને સભ્ય બનાવ્યા હતાં, પરંતુ આજે પૂરથી પ્રભાવિત થયેલી આખી સોસાયટીમાં કોઇ નેતા દેખાતા નથી.

હવે નેતાઓએ અહીં વોટ માંગવા આવવા નહી, એકથી બે ઇંચ વરસાદમાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઇ જાય છે અને નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી. સોસાયટીની આજુબાજુ વરસાદી કાંસ હતાં તેને પૂરી દેવામાં આવતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા રહી નથી અને સોસાયટીના રહીશો વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક મહિના પહેલાં મેયરે આવીને અમને આશ્વાસન આપ્યું હતું પરંતુ આગળ કોઈ નિકાલ થયો નથી, અમે ત્રાસી ગયા છે આ વખતે તો અમે વેરો પણ નહી ભરીએ.