Vadodaraમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વડોદરાના લીમડા ગામમાં બની છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તળાવ પાસે આવેલા ધાર્મિક સ્થળે ગયા હતા. ત્યાં તેઓ સિગારેટ પીતા હતા અને બૂટ-ચપ્પલ પહેરીને જતા હતા. જેને લઈને ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.
Vadodaraમાં થયેલા આ હુમલામાં ચાર વિદ્યાર્થીઓમાંથી એકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ચારેય વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને છ લોકોની ધરપકડ કરી હતી. જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ Vadodaraમાં ભાષાની ગેરસમજને કારણે વિદેશીઓ પર હુમલો કરાયો છે. પીડિત યુવકો થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનના છે. તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક બુટ-ચંપલ પહેરીને જવાને કારણે સ્થાનિક લોકો સાથે ભાષાકીય ગેરસમજ થઈ હતી.
Vadodaraમાં ધુળેટીની સાંજે ચાર વિદેશી વિદ્યાર્થીઓ ઈન્ફિનિટી હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા ગયા હતા. તેઓ બુટ-ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક પહોંચી ગયા હતા. ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. પોલીસ કાર્યવાહી: યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 જેટલા ઈસમો સામે ફરીયાદ નોંધાવાઈ છે.
આ પણ વાંચો..
- શું એશિયા કપને બદલે સપ્ટેમ્બરમાં IPL યોજાઈ શકે છે, BCCI માટે તે શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે?
- Tahwwur Rana ને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ન્યાયિક કસ્ટડી 6 જૂન સુધી લંબાવવામાં આવી
- Nawaz sharif: ભારતની કાર્યવાહીએ પાકિસ્તાનનો ઘમંડ ખુલ્લો પાડ્યો! નવાઝ શરીફે પીએમ શાહબાઝને વાતચીત
- Operation sindoor પર ફિલ્મ બનાવવા માટે સ્પર્ધા, નામ નોંધણી માટે 25 અરજીઓ મોકલાઈ
- ‘ઓપરેશન સિંદૂર’ પછી, ભારત સરકારનું બીજું મોટું પગલું: OTT પર પાકિસ્તાની સામગ્રી પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાના આદેશો