Vadodara: પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડયા છે. એક પછી એક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દોઢથી બે મહિના જૂના બનાવની ફરિયાદ હાલમાં નોંધાવવા લાગી છે.

Vadodara: ચાંદીના સિક્કા પર વિધિ કરવાનું કહી ૩૦ હજાર પડાવી લીધા

અમદાવાદીપોળ કડવા શેરીમાં રહેતા જ્યોત્સનાબેન અશ્વિનભાઈ પંડ્યાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે વિધવા પેન્શન સહાય યોજના 1 શરૂ કરાવી હતી. જેથી મેં મારી બહેનપણી મીનાબેનને ૧૦ મી ઓગસ્ટે વાત કરી હતી. પાણીગેટ ગણપતિ મંદિર પાસેથી અમે રિક્ષામાં બેસીને જતા હતા.

રિક્ષાચાલ કે વાતચીત કરીને પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેઓ મીનાબેનના ઘરે ગયા હતા અને મંદિરમાં ચાંદીનો માતાજીના ફોટાવાળો સિક્કો પડયો હોય તે હાથમાં લઇ તેઓએ કહ્યું કે આ સિક્કા ઉપર તમને ૧૦ ગણા પૈસા કરી આપીશ જો તમે ૧૦ હજાર રૂપિયા આપો તો એક લાખ રૂપિયા થઈ જશે. તેવું કહીને લાલચ આપી ૩૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા.