Vadodaraથી દુબઈ ગેરકાયદેસર સીમકાર્ડ સપ્લાય કરવાના મામલે સાયબર ક્રાઈમે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અજય ભાલિયા સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. તે દુબઇમા રહેતા એક વ્યક્તિ સાથે ટેલીગ્રામ ચેનલ મારફતે સંપર્કમાં હતો અને તે વર્ડોદરા અને ભરૂચમાંથી અન્ય લોકો પાસેથી પણ સીમકાર્ડ મેળવતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Vadodara: ટેલિગ્રામ દ્વારાદુબઈમાં ઓનલાઈન ગેમિંગ માટે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતોઃ આર્થિક વ્યવહારો મળ્યા
અમદાવાદ સાયબર ક્રાઈમે શાહીબાગ | સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાંથી એક પાર્સલ જપ્ત કરીને તેમાંથી ૫૫ સીમકાર્ડ મેળવ્યા હતા. જે વડોદરાથી દુબઈ મોકવવાના હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધીને રાહુલ શાહ, ક્રાંતિ બદલાણિયા અને અજય ભાલિયા નામના વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તે દુબઈમાં ઓનલાઇન ગૅમીંગનું ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા લોકોને ભારતમાં કોલ કરવા માટે સીમકાર્ડ મોકલતો હતો. આ અંગે સાયબર ક્રાઇમના એસીપી
હાર્દિક માકડિયાએ જણાવ્યુ કે સમગ્ર કૌભાંડમાં અજય ભાલિયા માસ્ટર માઇન્ડ છે. તે રાહુલ શાહ અને કાંતિ બદલાણિયા ઉપરાંત, અન્ય લોકો પાસેથી પણ | ગેરકાયદેસર રીતે સીમકાર્ડ મંગાવતો હોવાની શક્યતા છે. અજય ભાલિયા ટેલીગ્રામ એપ્લીકેશન મારફતે દુબઈમાં રહેતા વ્યક્તિના સંપર્કમાં હતો અને | પાર્સલની વિગતો મોકલી આપતો હતો. જેના આધારે તેના પેમેન્ટ થતુ હતું. જેથી | આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અન્ય આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.