Vadodara: માંજલપુરની સિનિયર સિટિઝન મહિલાને ડિજિટલ એરેસ્ટના નામે ત્રણ દિવસ સુધી ભયમાં રાખી રૂ.૬૦.૩૫ લાખ ટ્રાન્સફર કરવાના કિસ્સામાં પોલીસે તપાસ હાથ ધરતા ઠગ ટોળકીના અલગ – અલગ રાજ્યોની બેન્કમાં ૨૦ એકાઉન્ટ હોવાની વિગતો સામે આવી છે.
Vadodara: પોલીસે તમામ બેન્ક એકાઉન્ટની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યુ
માંજલપુર બ્રાઇટ સ્કૂલ નજીક રહેતા નામના સિનિયર સિટિઝન નિલાબેન ઠક્કરે પોલી ફરિયાદ નોંધી જણાવ્યું હતું કે, ગત તા.૨૨મીએ સવારે મને મોબાઈલ પર રોહન શર્માના નામે ફોન આવ્યો હતો અને રવિશંકરના ૯૦૦ થી ૧૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાંથી ૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ કરવાની વાત કરી મને બચાવવા માટે તમામ પુરાવા માંગ્યા હતા. ઠગે મને ડરાવતા મેં તેના કહ્યા મુજબ ૬૦.૩૫ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. આ કેસની તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, ઠગ ટોળકીના અલગ – અલગ રાજ્યોની બેન્કમાં ૨૦ બેન્ક એકાઉન્ટ હતા. જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તે બેન્ક એકાઉન્ટની વિગતો પોલીસ એકત્રિત કરી રહી છે.