Gujaratના રાજકોટમાં ધોરણ 12ના વિદ્યાર્થીને 8-9 વિદ્યાર્થીઓએ મળીને રૂમમાં બંધ કરી ઢોર માર માર્યો હતો. આ ઘટના રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં બની હતી. વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, માર માર્યા બાદ પરીવાીરને જાણ ન કરવા માટે પણ ધમકી પણ આપવામાં આવી હતી અને તેની પરીક્ષાની રસીદ પણ ફાડી નાખી હતી. આ ઘટનામાં પીડિત વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે વિદ્યાર્થીના વાલીઓએ રેગિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કે, હજુ સુધી શાળા સંસ્થા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટનાએ ગુજરાતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. આ પહેલાં પણ ગુજરાતમાં રેગિંગની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.
અગાઉ Gujaratના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની એક શાળામાં રેગિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને માર મારતા અને હેરાન કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થી સાથે જાતીય સતામણી પણ થઈ હોવાનું સામે આવ્યું હતુ બાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાની નોંધ લીધી છે અને શાળાને નોટિસ પાઠવી છે.
તો આ સિવાય પણ Gujaratના ભાવનગરમાં બે ઈન્ટર્ન ડોક્ટરોને પણ રેગિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના સર ટી હોસ્પિટલની છે. આ ઘટનામાં તબીબી વિદ્યાર્થીઓએ પીજી હોસ્ટેલમાં બે ઈન્ટર્ન તબીબોને રેગિંગ કર્યું હતું. આ મામલામાં ચાર સિનિયર ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ડોક્ટરો પર મારપીટ, ગાળાગાળી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.