Dhorajiમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ છે. શહેરની મેઈન બજાર, સોની બજાર, મહાલક્ષ્મી શેરી, દરબારગઢ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતું હોવાથી ચોમેર દૂર્ગંધ અને ગંદકીનું સામ્રાજય છવાઈ ગયું છે.
કરોડો રૂા.નો ખર્ચ પાણીમાં, ગંદકીનું ઠેર-ઠેર સામ્રાજય
Dhoraji શહેરની મેઈન બજાર સોની બજાર, મહાલક્ષ્મી શેરી, દરબાર ગઢ સહિતનાં વિસ્તારોમાં ઉભરાતા ભૂગર્ભ ગટરનાં પાણી વિદેશની બાંધણી મુજબ ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીએ નગર રચના કરી છે. શહેરને પીવાના પાણી માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન ગંદા પાણીના નિકાલ માટે આખે આખી કાર બોગદામાં પસાર થઈ જાય એવી ભૂર્ગભ ગટર, અંડર ગ્રાઉન્ડ ઈલેકટ્રીક વાયર ફિટીંગ, બાગ બગીચાઓ સહીતની ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, ગોંડલને ભેટ આપી છે. પરંતુ લોકશાહી પછીના શાસકોએ શહેરનો સત્યાનાશ વાળી દીધો છે.
અહીં જરૂરીયાત ન હોવા છતાં હયાત બોગદાઓ ગટરો સો વર્ષ પછીય ચાલુ જ છે. ! અહીં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી પરંતુ શહેરના ધાર્મિક સ્થાનો પાસે જ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. એમાંયે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, જૈન દેરાસર, મહાલક્ષ્મી મંદિર, કોટેશ્વર મહાદેવ, હનુમાનજી મંદિર, મુસ્લિમ ધર્મસ્થાનો પાસે ગંદા પાણીની ગટર નદીઓ વહેવા લાગી છે. શહેરના ત્રણ દરવાજા, મુખ્ય કાપડ બજાર, દરબારગઢ વિસ્તારમાં ચોમેર ગંદકી છે. ભૂગર્ભ ગટર સંચાલન માટે પાલિકાએ ખાસ બજેટ ફાળવ્યું છે. ભૂગર્ભ ગટર સાફ કરવાનાં કોન્ટ્રાકટ આપ્યો છે. દરેક વિસ્તારમાં મુકાદમ પણ નીમાયા છે. આમ છતાં અહીં અરાજકતા છે. આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળે પાલિકાને રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવા માગણી કરી છે.