Jetpurમાં લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટી ના સાધનો વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. જેમાંથી ૧.૩૩ લાખના ફટાકડા જપ્ત કરાયા છે.જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે.પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Jetpur: અગાઉ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરી પકડાઈ હતી, પોલીસે ફટાકડા કબજે કરી ગુનો દાખલ કર્યો
આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ રૂરલ એસઓજીએ Jetpur જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાછળ આવેલા ગોડાઉનમાં દરોડો પાડયો હતો અને રૂપિયા ૧,૩૩,૪૮૦ ની કિંમતના ફટાકડા કબજે કર્યા હતા. ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ફટાકડાનું ગોડાઉનમાં રાખ્યા હતા. સ્થળ પર હાજર રર્મેશ લક્ષ્મીચંદભાગવાણી ની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં તેને જાણવા મળેલ કે, રમેશ અહીં કામ કરે છે. આ ગોડાઉન ધોરાજી ખાતે રહેતા હિતેશ છાંટાણીની માલિકીનું હોવાનું જણાવ્યું હતું. અને તેના
ભત્રીજા કલ્પેશ મહેશભાઈ ભાગનાણી રહે. જેતપુર વાળાએ ભાડે રાખેલ છે. ફટાકડા રાખવા માટેનું કોઈ લાયસન્સ કે સેક્ટીના સાધનો વગર ગોડાઉનમાં લાયસન્સ કે ઓધાર પુરાવા વગર કે સેફટી વગર ફટાકડા રાખેલ જેથી પોલીસે ફટાકડા કબજે કરી અને ગુનો દાખલ કયી હતો. અગાઉ જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે. પોલીસે માનવ જિંદગી જોખમાય તેવું બેદરકારી ભરેલ કૃત્ય બદલ આરોપી કલ્પેશ ભાગનાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ મુજબ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.