Jasdan શહેર અને આસપાસના સાત ગામોને સિંચાઈ માટે ઉપયોગી આલણસાગર તળાવમાં શ્રીકાર વરસાદની મહેરના ના કારણે કુલ ૩૨ફૂટમાંથી ૨૫ ફુટે જળસપાટી પહોંગ જતાં બે વર્ષનો સંગ્રહ થઈ 5 જવાથી શહેરીજનો રીજનો અને અને ખેડતો ખેડૂતો ખુશખશાલ ખુશખુશાલ થ થઈ ગયા છે.

બાર ફૂટ પાણી Jasdan શહેરને પીવા માટે અનામત રાખવાનો નિયમ, સાત ગામોને સિંચાઈનો લાભ

સૌરાષ્ટ્રમાં ચાર દિવસના વરસાદએ કયાંક વિનાશ કર્યો હતો ,પણ સૌરાષ્ટ્રના મોટાં ભાગનાં વિસ્તારોમાં રાહત પહોંચી હતી. જસદણ શહેરથી દૂર પાંચ કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામે પ્રજા વત્સલ રાજવી આલાખાચર બાપુએ ઇસ્વીસન ૧૯૦૦ ની સાલમાં લોકોને પીવા માટે અને શિયાળામાં રવિપાક માટે ખેતીને પાણી મળી રહે તે માટે તળાવ બંધાવેલ હતું .આ તળાવમાં ગત મહિનામાં જ તળિયું દેખાયું હતું .આના કારણે જસદણને આઠ દસ દીવસે પીવા માટે પાણી મળતું હતું.

જસદણ પંથકનાં ગામડાઓમાં ચાર દિવસ અવિરત મેઘરાજાએ અમિવર્ષા કરીને વરસતાં ૩૨ ફૂટની સપાટી ધરાવતું આ તળાવની સપાટી ૨૫ ફૂટ ઉપર પહોંચી જતાં જસદણ શહેરને પીવા માંટેનો સ્ટોક બે વર્ષના થઈ જતાં પ્રજામાં ભારે રાજીપો વ્યક્ત થયો હતો જો કે આ તળાવ હાલ નાની સિંચાઈ યોજના હેઠળ છે .જેમાં બાર ફૂટ પાણી જસદણ શહેરને પીવા માટે અનામત રાખવામાં આવે છે પણ ગત વર્ષે અનામત રાખવામાં આવ્યું ન હતું . પરિણામે ગત ઉનાળામાં જસદણ શહેરના નાગરિકોને એક એક બેડાં પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો હતો . બાખલવડ ગામે આવેલ તળાવ જસદણ શહેરની તરસ તો છિપાવે જ છે પણ, જસદણ પંથકનાં સાત ગામોને રવિપાક ખેતી માટે મળતું હોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનો શિયાળું પાક થાય છે.