અમદાવાદ: દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી માલદા ટાઉન અને વડોદરાથી કોલકાતા વચ્ચે બે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનોનું બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે અને તેમાં વિશેષ ભાડું લાગુ રહેશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ ટ્રેનના 14 અને વડોદરા-કોલકાતા સ્પેશિયલ ટ્રેનના 18 ફેરા ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ ટ્રેન:

  • ટ્રેન નંબર 03418 (ઉધના-માલદા ટાઉન): 29 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી દર સોમવારે ઉધનાથી બપોરે 12:30 વાગ્યે ઉપડશે અને બુધવારે રાત્રે 2:55 વાગ્યે માલદા ટાઉન પહોંચશે.
  • ટ્રેન નંબર 03417 (માલદા ટાઉન-ઉધના): 27 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી દર શનિવારે માલદા ટાઉનથી બપોરે 12:20 વાગ્યે ઉપડશે અને સોમવારે રાત્રે 12:45 વાગ્યે ઉધના પહોંચશે.
  • આ ટ્રેનના સ્ટોપેજ: ચલથાણ, વ્યારા, નવાપુર, નંદુરબાર, દોંડાઈચા, અમલનેર, ભુસાવળ, ઈટારસી, પીપરિયા, મદન મહેલ, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છીવકી, પં. દીનદયાલ ઉપાધ્યાય, સાસારામ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઊલ, અભયપુર, જમાલપુર, સુલ્તાનગંજ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બરહરવા અને ન્યૂ ફરક્કા.

વડોદરા-કોલકાતા સ્પેશિયલ ટ્રેન:

  • ટ્રેન નંબર 03110 (વડોદરા-કોલકાતા): 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે.
  • ટ્રેન નંબર 03109 (કોલકાતા-વડોદરા): 30 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે.
  • આ ટ્રેનના સ્ટોપેજ: ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ઈદગાહ આગરા, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પં. દીનદયાલ ઉપાધ્યાય, સાસારામ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઊલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર અને બર્દ્ધમાન.

બુકિંગની વિગતો: ટ્રેન નંબર 03418 અને 03110નું બુકિંગ 30 ઓગસ્ટથી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે.