Surat ચોમાસાની મોસમમાં સુરત શહેરના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં બે કાબુ બની રહ્યો છે. તેવા સમયે સરથાણામાં ખાતે તાવ આવ્યા બાદ મહિલા અને રૂદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.
Surat: સરથાણામાં તાવ આવ્યા બાદ મહિલા અને રૂદરપુરામાં તાવ અને ઉલ્ટી થયા બાદ મહિલાએ જીવ ગુમાવ્યો સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત | શેખ બે-ત્રણ દિવસ તાવ આવતો હોવાથી મુજબ સરથાણામાં નાનાવરાછામાં ઢાળ પાસે શક્તિ વિજય સોસાયટીમાં રહેતી ૨૬ વષીય સુલોચનાબેન કિરણભાઈ પલાસને છેલ્લા બે દિવસ તપાસ આવતા હોવાથી સારવાર માટે દવાખાનામાં ગઈ હતી. જોકે ગત રાતે તેની તબિયત વધુ બગડતા બેભાન થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મુળ દાહોદમાં ઝાલોદના વતની હતી. તેના પતિ કડીયાકામ કરે છે. તેને એક સંતાન છે.
બીજા બનાવમાં રૂદરપુરામાં ગાર્ડન કોલોનીમાં રહેતી ૨૭ વષીય સહેનાઝબેગમ મોહમંદ નાઝાબાબુ સ્થાનિક કલીનિકમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે ગત રાતે તેને ઉલ્ટી થતા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેને ચાર સંતાન છે. તેના પતિ એ.સી રિપેરીંગનું કામ કરે છે. નોધનીય છે કે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં કેસમાં સતત વધારો થઈ છે. જેથી દદીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે.