Surat શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે કતારગામમાં ૧૭ વર્ષીય રત્નકલાકાર અને રામપુરામાં ભજનમાં તબલા વગાડતી વખતે ૪૮ વર્ષીય આઘેડની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોતને ભેટયા હતા.

Surat: કતારગામમાં ૧૭ વર્ષીય રત્નકલાકાર અને રામપુરામાં ભજનમાં તબલા વગાડતી વખતે આધેડ ઢળી પડયા

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ક્તારગામમાં જયરામ મોરારની વાડી ખાતે રહેતો ૧૭ વર્ષીય નિતિનકુમાર કિશન યાદવ ગત મોડી રાતે ઘરમાં અચાનક તેની તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં નાનપુરામાં પંજીવ મહોલ્લામાં રહેતા ૪૮ વર્ષીય અજયભાઈ ખીમચંદ ઇચ્છાપોરીયા ગત રાતે રામપુરામાં કોડદા મહોલ્લામાં રામાપીર મંદિર પાસે ભજન | કિર્તીનમાં તબલા વગડતા હતા. તે વેળાએ તેની અચાનક તબિયત લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.