Saurashtra-Kutchમાં ગત પાંચ દિવસમા કેટલાક સ્થળોએ અતિશય ધોધમાર અતિ વૃષ્ટિ થતા હવે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. હજુ ચોમાસુ અને વરસાદની આગાહી તો જારી છે ત્યાં જ મોરબી જિ.માં ૧૪૫ ટકા, જામનગર જિ.માં ૧૫૯ ટકા, દ્વારકા જિલ્લામાં ૨૫૧ ટકા (અઢી ગણો), પોરબંદરમાં ૧૮૦ ટકા અને જુનાગઢમાં ૧૫૨ ટકા (દોઢ ગણો) વરસાદ વરસી ગયો છે અને આ વરસાદ પણ સમતોલ દરેક તાલુકામાં સમાન રીતે નહીં પણ જ્યાં ખાબક્યો ત્યાં એક સાથે ખાબક્યો છે જેથી કૃષિપાકનું ધોવાણ થયું છે.

Saurashtra-Kutchઃરાજ્યમાં ૧૧ ટકા,સૌરાષ્ટ્રમાં ૨૪ ટકા વધુ વરસાદ અને હજુ વરસાદ જારી, અસમતોલ અતિશય વરસાદથી કૃષિ પાકને વ્યાપક નુક્સાન થયું. રાજ્યના ૩૭ તાલુકામાં ૧૪૦ ટકાથી| વધુ વરસાદ વરસી ગયો છે અને મેન્યુઅલ પ્રમાણે જ્યાં નોર્મલ ૧૦૦ ટક કરતા ૪૦ ટકાથી વધુ વરસાદ વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ત્યારે સરકારે માત્ર અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો | લેવાને બદલે સરકારે લીલો દુષ્કાળ જાહેર કરીને નુક્શાનીનો સર્વે જે અગાઉ પૂરો થયો નથી તેનો દેખાડો કરવાને બદલે ત્વરિત સહાય આપવા ગુજરાત કિસાન કોંગ્રેસએ। માંગણી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક | વિસ્તારોમાં ખેડૂતોએ પાકનું ધોવાણ થયાની ફરિયાદો કરી છે જ્યાં ત્વરિત સર્વેઅને સહાયની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે જે નોર્મલ કરતા બમણો છે. અને હજુ આગામી સપ્તાહે પણસૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી- પૂર્વાનુમાન છે જે ધ્યાને લઈને ભૂમિપુત્રોને તાકીદે સહાયની માંગ ઉઠી છે.